ઘરેબઠા સરળતાથી જાણી શકાશે કે, તમારા આધાર કાર્ડથી કેટલા લોકોએ સિમ કાર્ડ લીધા છે

Trending

અગાઉ એક આધારથી તમે 9 સિમ કાર્ડ ખરીદી શકતા હતા, પરંતુ હવે તમે 18 સિમ કાર્ડ ખરીદી શકો છોઆધારકાર્ડ કેટલા નંબર સાથે લિંક છે તે જાણવા માટે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડની સાથે લિંક હોવો જોઈએ,આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે જેના વગર આજે કોઈપણ મહત્ત્વપૂર્ણ કામ થઈ શકતું નથી. એક આધાર કાર્ડથી 18 ફોન કનેક્શન લઈ શકાય છે. આવી સ્થિતિમાં જો તમે એ જાણવા માગતા હોવ કે તમારા આધાર નંબરથી કેટલા લોકોએ ફોન કનેક્શન લીધું છે તો તે જાણવું એકદમ સરળ છે. તમે ઘરેબેઠા સરળતાથી તેના વિશે જાણી શકો છો. જાણો તેની પ્રોસેસ-

જો કે, અગાઉ એક આધારથી તમે 9 સિમ કાર્ડ ખરીદી શકતા હતા, પરંતુ હવે તમે 18 સિમ કાર્ડ ખરીદી શકો છો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની તરફથી કરવામાં આવેલા ફેરફાર બાદ તમે 18 નંબર ખરીદી શકો છો. TRAIના જણાવ્યા અનુસાર, ઘણા લોકોને બિઝનેસ માટે વધુને વધુ સિમની જરૂર હોય છે તેથી આ લિમિટને વધારવામાં આવી છે. આધારકાર્ડ કેટલા નંબર સાથે લિંક છે તે જાણવા માટે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડની સાથે લિંક હોવો જોઈએ.

કેવી રીતે આધારની સાથે મોબાઈલ નંબર લિંક કરાવો
મોબાઈલ નંબર અને ઈમેલ IDને જો તમે આધાર સાથે લિંક કરવા માગો છો તો તેના માટે તમારે આધાર સેન્ટર પર જવું પડશે. ઓનલાઈન તમે લિંક નહીં કરી શકો. તેને લિંક કરવા માટે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરૂર નથી પડતી. તેના માટે તમારે બાયમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત કરાવવું પડશે.

આ રીતે જાણો આધાર કાર્ડની સાથે કેટલા નંબર રજિસ્ટર્ડ છે-

 • સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.
 • હોમ પેજ પર Get Aadhaar પર ક્લિક કરો.
 • હવે Download Aadhaar પર ક્લિક કરો.
 • અહીં View More ઓપ્શન પર ક્લિક કરો.
 • અહીં Aadhaar Online Service પર જઈને Aadhaar Authentication History પર જવું.
 • હવે અહીં Where can a resident chech/ Aadhaar Authentication History
 • પર જઈને આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો.
 • હવે નવું પેજ ઓપન થશે અહીં આધાર નંબર એન્ટર કરો અને કેપ્ચા એન્ટર કરીને સેન્ડ OTP પર ક્લિક કરો.
 • હવે અહીં Authentication Type પર Allને સિલેક્ટ કરો.
 • હવે તમારે કેટલા રેકોર્ડ જોવા છે તે એન્ટર કરો. હવે અહીં OTP એન્ટર કરીને વેરિફાઈ OTP પર ક્લિક કરો.
 • તમારી સામે નવું ઈન્ટરફેસ ઓપન થશે.
 • અહીંથી તમે તમારી ડિટેઈલ્સ પ્રાપ્ત કરી શકો છો

આધાર-મોબાઈલને લિંક કરવાની પ્રોસેસ

 • તમારે તમારા ટેલિકોમ ઓપરેટરના આઉટલેટ પર આધાર કાર્ડની અટેસ્ટેડ કોપીની સાથે જવું પડશે
 • ઓપરેટરને તમારો મોબાઈલ નંબર આપો
 • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્ટોર એક્ઝિક્યુટિવ એક OTP મોકલશે, આ OTPને વેરિફિકેશન માટે તમારા એક્ઝિક્યુટિવને આપવો પડશે.
 • ત્યારબાદ એક્ઝિક્યુટિવ તમારી ફિંગર પ્રિન્ટ લેશે, તમારા ટેલિકોમ ઓપરેટર તમને એક કન્ફર્મેશન SMS મોકલશે.
 • SMSનો જવાબ Y લખીને મોકલવો, આવું કરતાં જ તમારી e-KYC પ્રોસેસ પૂરી થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *